અભિષેક જે સ્ટુડિયોમાં ડબિંગ કરતો હતો, તેના માલિકે કહ્યું- સ્ટુડિયો હજુ ખુલ્લો જ છે, ઘણી માહિતી છુપાવવામાં આવી


અમિત કર્ણ

Jul 13, 2020, 03:42 PM IST

મુંબઈ. અભિતાભ બચ્ચન અને તેના દીકરા અભિષેક કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. ત્યારબાદ દાવો કરવામાં આવી રહ્યો હતો કે અભિષેક બચ્ચન તેની વેબ સિરીઝ ‘બ્રીધ: ઈન ટુ શેડોઝ’નું ડબિંગ જે સ્ટુડિયો (સાઉન્ડ એન્ડ વિઝન)માં કરી રહ્યો હતો તેને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે, દિવ્ય ભાસ્કર એપ સાથેની ખાસ વાતચીતમાં સ્ટુડિયોનાં મલિક મોના શેટ્ટીએ આ સમાચારને ખોટા ગણવ્યા છે. પરંતુ તેમણે કોઈ મહત્ત્વની માહિતી આપવાની ચોખ્ખી ના પાડી દીધી. મોના સાથે થયેલી વાતચીતનો અંશ….

Q. સ્ટુડિયો બંધ કરવામાં આવ્યો છે તે વાત કન્ફર્મ છે?
મોના: બિલકુલ નહીં. અમે BMCના પ્રોટોકોલ ફોલો કરી રહ્યા છીએ. ટેસ્ટિંગનું કામ થઇ રહ્યું છે.

Q. એટલે કે ઓફિસ હજુ પણ ઓપરેટ થઇ રહી છે?
મોના: જી હા, બિલકુલ.

Q. અત્યારે બ્લેમ ગેમ ચાલી રહી છે કે અભિષેક ઓફિસ આવતો જતો રહેતો હતો, કદાચ એટલે તે કોવિડ પોઝિટિવ આવ્યો?
મોના: બ્લેમ કરનાર લોકો કોણ છે? મને તો નથી ખબર કોણ કરી રહ્યું છે? તમે કોઈપણ કોવિડ -19 દર્દીને લઇ લો અને તેના વિશે ડોક્ટર્સને પણ પૂછી લો કે વાઇરસ ક્યાંથી આવ્યો? આ કોઈપણ નથી કહી શકતું. જો કોઈ લેખિતમાં આવો દાવો કરે તો નિઃસંદેહ તમે આરોપ લગાવી શકો. બાકી આના પર માત્ર સ્ટોરી જ બનાવવામાં આવી રહી છે.

Q. આ સ્ટોરીને પૂરી કરવાની જરૂર છે?
મોના: આ સ્ટોરી શરૂ કે પૂરી કરવી એ મુદ્દો નથી. આખી દુનિયામાં પ્રોબ્લેમ ચાલે છે. ક્યાંય સ્પષ્ટ નથી કે આખરે ક્યાંથી વાઇરસ ક્યાં આવી રહ્યો છે? જ્યારે જ્યારે જેવી જેવી સ્થિતિ આવે છે અથવા આવી રહી છે તે મુજબ આપણે તેને હેન્ડલ કરવાની રહેશે. BMC બધું સારી રીતે હેન્ડલ કરી રહી છે. આ કામમાં અમે તેમની મદદ કરી રહ્યા છીએ. બાકી ઓફિસમાં સાવચેતી માટેનાં તમામ સાધનો છે જ. પ્રોપર સેનિટાઇઝિંગ હંમેશાં થતું રહે છે.

Q. અભિષેક કેટલી વાર ડબિંગ કરતો હતો?
મોના: આ ડિટેલ હું આપવા નથી ઇચ્છતી. આની કોઈ જરૂર નથી. આ કોન્ફિડેન્શિયલ ડિટેલ હોય છે અને અમે લોકો આ મીડિયામાં આપવા ઇચ્છતા નથી.

Q. ‘બ્રીધ’ સિવાય બીજા કયા કયા પ્રોજેક્ટ છે, જેના પર કામ ચાલી રહ્યું હતું અથવા તો હવે થશે?
મોના: તે પણ અમે શેર ન કરી શકીએ. કારણકે દરેક ક્લાયન્ટની તેમની કોન્ફિડેન્શિયલિટી હોય છે. હું કોઈપણ ક્લાયન્ટ વિશે વાત કરવા નથી ઇચ્છતી.

Q. એટલે BMC તરફથી કોઈ એવી ગાઇડલાઇન નથી કે તમે ઓફિસ બંધ કરો?
મોના: જી હા. એવી કોઈ ગાઇડલાઇન નથી. તે ઓફિસ સેનિટાઇઝ કરીને ગયા છે. સમજાવીને ગયા છે કે કોન્ટેક્ટ ટ્રેસિંગ કઈ રીતે કરવાનું છે, અમારે કઈ ડિટેલ વિભાગને આપવાની છે, કયા કયા લોકોનું ટેસ્ટિંગ કરવાનું છે, તેમના નોર્મલ પ્રોટોકોલને અમે ફોલો કરી રહ્યા છીએ.

Be the first to comment on "અભિષેક જે સ્ટુડિયોમાં ડબિંગ કરતો હતો, તેના માલિકે કહ્યું- સ્ટુડિયો હજુ ખુલ્લો જ છે, ઘણી માહિતી છુપાવવામાં આવી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: