અનુષ્કા-કરીનાથી લઈને અમૃતા રાવ સુધી, આ બોલિવૂડ એક્ટ્રેસ પ્રેગ્નન્સીમાં બેબી બંપ ફ્લોન્ટ કરવાનું ના ભૂલી


એક મિનિટ પહેલા

  • કૉપી લિંક

સામાન્ય રીતે પ્રેગ્નન્સીમાં મહિલાઓને ઘરની બહાર જવા દેવામાં આવતી નથી. તેમને વધારે કામ ના આપવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ પ્રેગ્નન્સીમાં આ બધી વાત પર વિશ્વાસ રાખતી નથી. ઘણી એક્ટ્રેસ પ્રેગ્નન્સીમાં પણ પહેલાની જેમ જ એક્ટિવ દેખાય છે.

સાથે જ તેઓ પોતાનો બેબી બંપ પણ ફ્લોન્ટ કરવામાં કોઈ શરમ અનુભવતી નથી. ઘણી એક્ટ્રેસ છે જેઓ પ્રેગ્નન્સીમાં પોતાનો બેબી બંપ જાહેરમાં દેખાડે છે. આવા ટ્રેન્ડને ફોલો કર્યો હોય તેવી એક્ટ્રેસ પર એક નજર નાખીએ….

કરીના કપૂર ખાન

કરીના 2021માં બીજીવાર માતા બનવાની છે. તે પોતાની પ્રેગ્નન્સી એન્જોય કરો રહી છે, તેણે કામમાંથી બ્રેક લીધો નથી. હાલમાં જ તેણે અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કર્યું છે. કરીના પોતાનો બેબી બંપ દેખાડવામાં જરાય શરમ અનુભવતી નથી. વર્ષ 2016માં તેણે તૈમૂરના જન્મની પહેલાં ઈવેન્ટ્સ અને ફોટોશૂટમાં બેબી બંપ સાથે પોઝ આપ્યા હતા.

અનુષ્કા શર્મા

જાન્યુઆરી 2021માં અનુષ્કા પ્રથમવાર મા બનશે. અનુષ્કા માતા બનવાની દરેક પળને એન્જોય કરી રહી છે અને તેનો પ્રેગ્નન્સી ગ્લો પણ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં બેબી બંપ સાથેના ફોટોઝ તે શેર કરતી રહે છે. અનુષ્કાએ વિરાટ કોહલી સાથે ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા.

અમૃતા રાવ

વિવાહ એક્ટ્રેસ અમૃતા રાવ પણ ટૂંક સમયમાં માતા બનવાની છે. તેણે સોશિયલ મીડિયા પર બેબી બંપ સાથે ફોટો શેર કરીને પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો હતો. અમૃતાનો પ્રેગ્નન્સીનો નવમો મહિનો ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં તેમના ઘરે નાનકડું મહેમાન આવવાનું છે. અમૃતાએ 7 વર્ષ પહેલાં RJ અનમોલ સાથે લગ્ન કર્યા હતા.

સોહા અલી ખાન

2017માં દીકરી ઈનાયાને જન્મ આપ્યા પહેલાં સોહાએ પણ સોશિયલ મીડિયા પર બેબી બંપ દેખાડ્યો હતો. પ્રેગ્નન્સીમાં યોગ કરતો તેનો ફોટો લોકોને ગમ્યો પણ હતો અને વાઈરલ પણ થયો હતો. સોહાએ વર્ષ 2015માં કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા હતા.

લીઝા હેડન​​​​​​​

‘શૌકીન’, ‘એ દિલ હૈ મુશ્કેલ’ જેવી ફિલ્મોમાં નજર આવી ચૂકેલી લીઝાનો પ્રેગ્નન્સીમાં બોલ્ડ અંદાજ એક સમયે ખૂબ ચર્ચામાં હતો. બિકીનીમાં બેબી બંપ દેખાડીને તેણે ઘણા ફોટોઝ શેર કર્યા હતા. લીઝા બે બાળકોની માતા છે. તેણે વર્ષ 2016માં ડીનો લાલવાણીને પોતાના પાર્ટનર તરીકે પસંદ કર્યો હતો.

સમીરા રેડ્ડી

2019માં અન્ડરવોટર પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવીને સમીરા રેડ્ડી ચર્ચામાં આવી ગઈ હતી. તેણે સોશિયલ મીડિયામાં પ્રેગ્નન્સી દરમિયાન ઘણા ફોટોઝ શેર કર્યા હતા. સમીરાએ આ ફોટોઝની સાથે પ્રેગ્નન્સીમાં પડતી તકલીફોનો ઉલ્લેખ પણ કર્યો હતો. સમીરા એક દીકરી અને દીકરાની માતા છે. તેણે 2014માં અશ્વિની વર્દે સાથે લગ્ન કર્યા હતા.

1 Trackbacks & Pingbacks

  1. અનુષ્કા-કરીનાથી લઈને અમૃતા રાવ સુધી, આ બોલિવૂડ એક્ટ્રેસ પ્રેગ્નન્સીમાં બેબી બંપ ફ્લોન્ટ કરવાનુ

Leave a comment

Your email address will not be published.


*