અનુભવ સિંહાએ સો.મીડિયામાં ફિલ્મને યાદ કરીને કહ્યું, લાંબા સમય સુધી યાદ રહે તેવી ફિલ્મ બહુ ઓછી બનતી હોય છે


દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 05:54 PM IST

મુંબઈ. ફિલ્મ ડિરેક્ટર અનુભવ સિંહાની ડિરેક્ટર તરીકેની ડેબ્યૂ ફિલ્મ ‘તુમ બિન’ રિલીઝને હાલમાં જ 19 વર્ષ પૂરા થયા હતાં. આ ફિલ્મ 13 જુલાઈ, 2001માં રિલીઝ થઈ હતી અને હિટ થઈ હતી. સિંહાએ સોશિયલ મીડિયામાં એક મેસેજ શૅર કરીને ફિલ્મ સાથેની યાદ શૅર કરી હતી. 

શું કહ્યું સિંહા?
સિંહાએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, કેટલીક ફિલ્મ ચાલે છે તો કેટલીક નથી ચાલતી. લાંબા સમય સુધી યાદ રહે તેવી બહુ ઓછી ફિલ્મ બનતી હોય છે. હું ઘણો જ ભાગ્યશાળી છું કે મારી પહેલી ફિલ્મને 19 વર્ષ પહેલાં આટલો પ્રેમ મળ્યો હતો. 2001માં આ દિવસે મારું બધું જ બદલાઈ ગયું હતું. આભાર ટીમ.

ફિલ્મમાં ત્રણ હિરો અને એક એક્ટ્રેસ હતી
એક્ટ્રેસ સાંદલી સિંહાએ લીડ રોલ પ્લે કર્યો હતો જ્યારે પ્રિયાંશુ ચેટર્જી, રાકેશ બાપટ તથા હિમાંશુ મલિક હીરો હતાં. ફિલ્મના ગીતો જબરજસ્ત હિટ રહ્યાં હતાં. 2016માં આ ફિલ્મની સીક્વલ ‘તુમ બિન 2’ બની હતી, જેમાં નેહા શર્મા, આશિમ ગુલાટી તથા આદિત્ય સીલ હતાં. 

તાપસી પન્નુએ કમેન્ટ કરી
અનુભવની આ પોસ્ટ પર તાપસીએ ફિલ્મનો લોકપ્રિય સંવાદ યાદ કર્યો હતો અને કહ્યું હતું, ‘પતા હૈં તુમ્હે સહારે કી જરૂરત નહીં હૈં, મેં બસ સાથ દેને આયા હૂં, હાય…’ તો કિર્તી ખરબંદાએ કમેન્ટ કરી હતી, ‘તુમ બિન જિયા જાયે કૈસે, કૈસે જિયા જાયે તુમ બિન..’

રાકેશ બાપટે પણ ફિલ્મને યાદ કરી
ફિલ્મના ત્રણ હિરોમાંથી એક રાકેશ બાપટે પણ સોશિયલ મીડિયામાં ફિલ્મને યાદ કરીને પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, ‘13 તારીખે શુક્રવાર હતો. આ દિવસે મારું જીવન હંમેશ માટે બદલાઈ ગયું. ‘તુમ બિન’ના 19 વર્ષ. ચાહકોના અથાગ પ્રેમ માટે તમામનો આભાર.’

‘મુલ્ક’, ‘આર્ટિકલ 15’ તથા ‘થપ્પડ’ ડિરેક્ટ કરી
‘તુમ બિન’ બાદ અનુભવ સિંહાએ ‘આપકો પહલે ભી કહી દેખા હૈં’, ‘દસ’, ‘તથાસ્તુ’, ‘રા.વન’, ‘તુમ બિન 2’, ‘મુલ્ક 2’, ‘આર્ટિકલ 15’ તથા ‘થપ્પડ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી છે. Be the first to comment on "અનુભવ સિંહાએ સો.મીડિયામાં ફિલ્મને યાદ કરીને કહ્યું, લાંબા સમય સુધી યાદ રહે તેવી ફિલ્મ બહુ ઓછી બનતી હોય છે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: