અનુપમ ખેરે વીડિયો શૅર કરીને કહ્યું, ‘માતાને કોરોના પોઝિટિવ હોવાની વાત જણાવી નથી’


દિવ્ય ભાસ્કર

Jul 15, 2020, 10:53 AM IST

મુંબઈ. અનુપમ ખેરના પરિવારમાં માતા દુલારી, ભાઈ રાજુ, ભાભી રીમા તથા ભત્રીજી વૃંદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અનુપમ ખેરની માતાને કોકિલાબેન હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ભાઈ-ભાભી તથા ભત્રીજી ઘરમાં જ ક્વૉરન્ટીન છે. હાલમાં જ અનુપમ ખેરે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તેમણે માતાને એ વાત જણાવી નથી કે તેઓ કોરોના પોઝિટિવ છે. 

અનુપમે વીડિયોમાં શું કહ્યું?
અનુપમ ખેરે સોશિયલ મીડિયામાં ઈમોશનલ વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં અનુપમ ખેરે કહ્યું હતું, ‘જીવનમાં ક્યારેકે એવા દિવસો પણ આવે છે જ્યારે તમે થોડાં ઉદાસ બની જાવ છો. મારી માતા આ સમયે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે અને કોરોના સામે લડી રહી છે. અમે તેમને કહ્યું જ નથી કે તેઓ કોરોના પોઝિટિવ છે. અમે તો માત્ર એટલું જ કહ્યું હતું કે આ માત્ર એક ઈન્ફેક્શન છે. જોકે, માતાને આસપાસના વાતાવરણથી એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે તેઓ કોરોના પોઝિટિવ છે.’

માતાની હિંમતના વખાણ કર્યાં
અનુપમે કહ્યું હતું, ‘હોસ્પિટલમાં પણ માતા દરેકના હાલચાલ ફોન પર પૂછે છે. તેઓ મારા કઝિન સાથે ફોનમાં જોક પણ કહેતા હોય છે. માતા એકદમ શાંત છે અને તમામ સાથે હસી મજાક કરે છે.’

લોકોને જરૂરી સંદેશો આપ્યો
અનુપમ ખેરે ચાહકોને માતા-પિતાનું ધ્યાન રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું, ‘ઘણીવાર લાગણીઓ કરતાં શબ્દો વધુ મહત્ત્વના હોય છે. આથી જ પ્રેમને વ્યક્ત કરતાં રહો. પેરેન્ટ્સ પોતાને બહાદુર બતાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમને પણ મદદની જરૂર પડે છે.’

આ પહેલાં ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો
અનુપમે કહ્યું હતું, ‘થેંક્યૂ, આભાર, ઘણો-ઘણો જ ધન્યવાદ મારા પ્રેમાળ મિત્રો, તમારા મેસેજ માટે, આશીર્વાદ માટે. સોશિયલ મીડિયા પર, પર્સનલ મેસેજમાં હું તમામને જવાબ આપી શકું તેમ નથી. જોકે, હું દિલથી તમારો આભાર વ્યક્ત કરું છું.’1 Trackbacks & Pingbacks

  1. અનુપમ ખેરે વીડિયો શૅર કરીને કહ્યું, ‘માતાને કોરોના પોઝિટિવ હોવાની વાત જણાવી નથી’ -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: