અનાઉન્સમેન્ટ: ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 30 જુલાઈએ રિલીઝ થશે, આલિયાએ નવું પોસ્ટર શૅર કર્યું


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બોલિવૂડ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીનો આજે એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ છે. તેમના જન્મદિવસે તેમની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટ જાહેર કરીને નવું પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં આલિયા અલગ જ રૂપમાં જોવા મળી છે.

ફિલ્મ 30 જુલાઈએ રિલીઝ થશે​​​​​​

આલિયા ભટ્ટની આ ફિલ્મ 30 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મને સંજય લીલા ભણસાલીએ ડિરેક્ટ કરી છે અને પ્રોડ્યૂસર પણ તે છે. આ સાથે જ જયંતીલાલ ગડા કો-પ્રોડ્યૂસર છે.

શું છે ફિલ્મની સ્ટોરી?
‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મુંબઈના કમાઠીપુરા વિસ્તારમાં રહેતી ગંગુબાઈ પર આધારિત છે. ગુજરાતની એક ભોળી યુવતી મુંબઈમાં આવીને માફિયા ક્વીન ગંગુબાઈ કેવી રીતે બને છે, તેના પર આધારિત આ ફિલ્મ છે. ડૉન કરીમલાલાનો રોલ અજય દેવગને પ્લે કર્યો છે.

ફિલ્મ પુસ્તક પર આધારિત
હુસૈન ઝૈદીની બુક ‘ક્વીન્સ ઓફ મુંબઈ’ અનુસાર માફિયા ડોન કરીમ લાલાની ગેંગના એક માણસે ગંગુબાઈનો રેપ કર્યો હતો. ત્યારબાદ ગંગુબાઈ કરીમ લાલાને મળ્યાં હતાં અને તેમની પાસેથી ન્યાય માગ્યો હતો. એટલું જ નહીં ગંગુબાઈએ કરીમને રાખડી બાંધીને પોતાનો ભાઈ બનાવી લીધો હતો.

કરીમની બહેન બન્યા બાદ ગંગુબાઈ સત્તામાં આવી ગયા અને આગળ જઈને તેઓ મુંબઈનાં સૌથી મોટી ફીમેલ ડોન બન્યાં. ગંગુબાઈને તેમના પાવર અને વિવાદોને લઈને 60ના દાયકામાં ‘મેડમ ઓફ કમાઠીપુરા’નું નામ મળ્યું હતું.

ગંગુબાઈના દત્તક બાળકે કેસ કર્યો હતો, કોર્ટે અરજી રદબાતલ કરી હતી
ગંગુબાઈના ચાર દત્તક બાળકોમાંથી એક બાબુજી રાવજી શાહે હુસૈન ઝૈદી, આલિયા ભટ્ટ તથા ડિરેક્ટર સંજય લીલા ભણસાલી વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો હતો. શાહે કહ્યું હતું કે જ્યારથી ફિલ્મના પોસ્ટર્સ તથા પ્રોમો આવ્યા ત્યારથી તેમના વિસ્તારના લોકો તેમને હેરાન કરવામાં આવે છે. આ જ કારણે તેમને એક પગમાં ફ્રેક્ચર પણ થયું હતું. માત્ર તેમને જ નહીં પરંતુ તેમના પરિવાર, સંબંધીઓને પણ ‘વેશ્યાનો પરિવાર’ કહીને હેરાન કરવામાં આવે છે.

શાહે પુસ્તકમાં ગંગુબાઈની વેશ્યાવૃત્તિ અંગે લખવામાં આવેલા ચેપ્ટરને અપમાનજનક ગણાવ્યું અને કહ્યું હતું કે આ તેમની પ્રાઈવસી, આઝાદી તથા સ્વાભિમાનના અધિકારનું ઉલ્લંઘન છે. શાહે ફિલ્મનું પ્રોડક્શન અટકાવી દેવામાં આવે તથા પુસ્તક છાપવામાં ના આવે તથા વેચવામાં ના આવે તેવી માગણી કરી છે. આ સાથે જ અપીલ કરી છે કે બુકમાંથી તે સ્પેસિફિક ચેપ્ટર્સને હટાવી દેવામાં આવે. સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી રોકવાની અરજી મુંબઈની સિટી સિવિલ કોર્ટે રદબાતલ કરી છે.

1 Trackbacks & Pingbacks

  1. ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 30 જુલાઈએ રિલીઝ થશે, આલિયાએ નવું પોસ્ટર શૅર કર્યું – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: