અંબાજીમાં કોરોનામાં પોલીસ માનવતા ચૂકી, માસ્ક વિના સગર્ભાને રોકી, શિશુનું મોત, મૃત બાળક લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા


દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 04:45 AM IST

અંબાજી. અંબાજીમાં પોલીસની લાપરવાહીથી નવજાત બાળકીનું પ્રસૂતિ દરમિયાન મોત નીપજ્યું છે. રાધાબેન પીરાજી રબારીને પ્રસવની પીડા ઉપડતા પરિવારજનો રવિવારે રાત્રે ગાડીમાં અંબાજી જનરલ હોસ્પિટલમાં લઈ જતાં ત્યાંથી પાલનપુર મોકલ્યા હતા. રસ્તામાં અંબાજી ડી. કે. સર્કલ પર પોલીસના કર્મચારી જયેશભાઈ તેમજ ભરતભાઈએ માસ્ક કેમ પહેરેલ નથી એવું કહીને અંબાજી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. પ્રસૂતા સાથે હોવા છતાં બિનજરૂરી પ્રશ્ન પૂછીને રોકી રાખ્યા હતા. 

બાદમાં છૂટા કરતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા પરંતુ ત્યાં દર્દીની હાલત ગંભીર જણાતાં ડોક્ટરે પાટણ-ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલ્યા. જ્યાં શિશુનું ગર્ભમાં જ મોત થયાનું જણાતા સિઝેરિયન કર્યું હતું. પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવવા પરિવારજનો ફરી અંબાજી પોલીસ સ્ટેશન આવ્યા હતા. જોકે પોલીસે પણ સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા.

Be the first to comment on "અંબાજીમાં કોરોનામાં પોલીસ માનવતા ચૂકી, માસ્ક વિના સગર્ભાને રોકી, શિશુનું મોત, મૃત બાળક લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: